Skip to main content
Settings Settings for Dark

બિન સચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિના આરોપો ફગાવાયા

Live TV

X
  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળોના અધ્યક્ષે કહ્યું કે, વીડિયો ફુટેજની તપાસ પારદર્શિતાથી કરાશે.

    બિન સચિવાલય કારકુન પરીક્ષા સંદર્ભે વિપક્ષ દ્વારા કરાયેલા તમામ આક્ષેપોને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ તદ્દન પાયાવિહોણા ગણાવીને કહ્યું છે કે, વિપક્ષ, યુવાનોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે. અસિત વોરાએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તાજેતરમાં બિન સચિવાલય કારકુન, અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ  વર્ગ-૩ની પરીક્ષા લેવાઇ હતી. તે સંદર્ભે કોંગ્રેસ દ્વારા કરાયેલા તમામ આક્ષેપો સંપૂર્ણ પાયા વિહોણા છે. તેમણે ,વધુમાં જણાવ્યું હતું કે, પરીક્ષા સંદર્ભે જે વીડિયો ફૂટેજ જાહેર કરાયા છે તેની રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી નોંધ લીધી છે, અને તેની પણ યોગ્ય તપાસ સંપૂર્ણ પારદર્શિતાથી કરાશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઉમેદવારો, સંચાલક ,અને કેન્દ્ર નિરીક્ષકોને રૂબરૂ બોલાવીને જે કોઈ કસૂરવાર હશે તેની સામે યોગ્ય પગલા લેવાશે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધી સંપૂર્ણ પારદર્શિતાથી ૧.૨૦ લાખથી વધારે યુવાનો સરકારી સેવામાં જોડાયા છે ,અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ર૫,૦૦૦ યુવાનોને સરકારી નોકરીઓ પૂરી પડાઇ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply