સાંકળચંદ યુનિવર્સીટી ખાતે યુનિવર્સીટીનો બીજો પદવીદાન સમારોહ યોજાયો
Live TV
-
મહેસાણાના વિસનગરની સાંકળચંદ યુનિવર્સીટી ખાતે યુનિવર્સીટીનો બીજો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખાસ ઉપસ્થિત રહયા હતા. બીજા પદવીદાન સમારંભમાં યુનિવર્સીટીના 712 થી વધુ વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરાઈ હતી. જેમાં 28 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. આ પ્રસંગે ડેન્ટલ, નર્સિંગ, ફાર્મસી, એન્જીનીયરીંગ, મેનેજમેન્ટ ,અને કોમ્પ્યુટર વિભાગ ના વિદ્યાર્થીઓને ડીગ્રી અને ગોલ્ડ મેડલ નાયબ મુખ્યમંત્રીના હસ્તે એનાયત કરાયા હતા.
