Skip to main content
Settings Settings for Dark

ઠક્કર બાપાની જન્મજયંતી ઉજવણીમાં મુખ્યપ્રધાન રહ્યા હાજર

Live TV

X
  • આદિવાસીઓ અને ગરીબોની સેવામાં જીવન સમર્પિત કરનારા વિરલ પુરુષોથી જ ગુજરાત સુશોભિત અને પ્રતિષ્ઠિત છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ઝાલોદ ખાતે પૂ. ઠક્કર બાપાની ૧૫૦મી જન્મ જયંતી પ્રસંગે જણાવ્યુ હતું.

    આદિવાસીઓ અને ગરીબોની સેવામાં જીવન સમર્પિત કરનારા વિરલ પુરુષોથી જ ગુજરાત સુશોભિત અને પ્રતિષ્ઠિત છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ઝાલોદ ખાતે પૂ. ઠક્કર બાપાની ૧૫૦મી જન્મ જયંતી પ્રસંગે જણાવ્યુ હતું. આ પ્રસંગે તેમણે પૂ. મોટાની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું. દાહોદ જિલ્લાના ઝાલોદ સ્થિત ટીટોડી કુમાર આશ્રમ શાળા ખાતે પૂ. ઠક્કર બાપાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહભાગી બન્યા હતા. જેમાં મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, પૂ. ઠક્કર બાપા અને પૂ. મોટાએ શરૂ કરેલી આશ્રમ શાળાઓને કારણે અનેક આદિવાસી બાળકો રચનાત્મક શિક્ષણ મેળવી શક્યા છે. તેમણે ટિટોડી કુમાર આશ્રમ શાળાના સંસ્થાપક અંબાલાલ વ્યાસની સેવાઓને પણ બિરદાવી હતી.

    તેમણે વધુમાં ઉમેર્યું કે, સરકારે પેસા એક્ટનો અમલ કરી આદિવાસીઓને તેમના અધિકાર આપ્યા છે તેમજ વન બંધુ કલ્યાણ યોજનામાં ૯૦ હજાર કરોડ રૂપીયા આદિવાસી વિસ્તારના વિકાસમાં ખર્ચવામાં આવ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply