Skip to main content
Settings Settings for Dark

ઉઝબેકિસ્તાનના પ્રતિનિધિમંડળ અમુલ પ્લાન્ટની લીધી મુલાકાત

Live TV

X
  • ઉઝબેકિસ્તાન દેશથી આવેલ ૬ વ્યક્તિઓના પ્રતિનીધિ મંડળે આણંદના વિશ્વવિખ્યાત અમુલ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. ઉઝબેકિસ્તાનના ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડ્રસ્ટ્રીઝ ના ચેરમેન ,અદખસ ઇક્રામોવના અધ્યક્ષ સ્થાને આવેલા ડેલીગેશને ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ સાથે આણંદના અમુલ પ્લાન્ટની મુલાકાત લઇને અમુલ પ્લાન્ટની કાર્યપધ્ધતિ વિશેની માહિતી લીધી હતી. અદખસ ઇક્રામોવ એ અમુલના મેનેજીંગ ડીરેક્ટર સાથે વિવિધ પ્લાન્ટની ચર્ચા કરીને તેના સહકારી ઘોરણે કરવામાં આવતી કાર્યપધ્ધતિ વિશેની સમજ મેળવી હતી. તેઓ અમુલના સમગ્ર વિશ્વમાં ફેલાયેલા નેટવર્કની સમજ કેળવી ખુબ જ પ્રભાવિત થયા હતા. ડેરીમાં અમુલનો બટર પ્લાન્ટ, મિલ્ક પ્રોડક્ટ પ્લાન્ટ, બેબી પ્રોડક્ટ પ્લાન્ટ, તેમજ અન્ય પ્લાન્ટોની મુલાકાત કરાવીને દરેક પ્લાન્ટની કાર્યપધ્ધતિ તેમજ આધુનિક તક્નીકી સમજ ઉઝબેકિસ્તાનના ડેલીગેશનને આપવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply