Skip to main content
Settings Settings for Dark

ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ સરદાર પટેલ યુનિવર્સિટીના 62 માં પદવીદાન સમારંભમાં રહ્યા ઉપસ્થિત

Live TV

X
  • સમારંભમાં, 11 શાખામાંથી કુલ 15 હજાર વિદ્યાર્થીઓને એનાયત કરાઈ પદવી

    ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ આણંદ ખાતે ,સરદાર પટેલ યુનિવર્સિટીના 62મા પદવીદાન સમારંભમાં ,ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભમાં ,11 વિદ્યાશાખાના 15 હજાર વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. આ પ્રસંગે ,119 તેજસ્વી વિદ્યાર્થીઓને ,સુવર્ણ ચંદ્રક એનાયત કરાયા હતા. આ અવસરે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરી બહેન દવે સહિત અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ તેમજ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ,લોહ પુરૂષ સરદાર પટેલે દેશની વિકાસગાથામાં કરેલા પ્રદાનને યાદ કર્યું હતું

    ઉપરાષ્ટ્રપતિ એમ. વેકૈયા નાયડુ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. જે તેઓ આણંદમાં, ઇરમાના 40માં સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે, ઉપસ્થિત રહ્યા હતાં. ઇરમા ખાતે ઉપરાષ્ટ્રપતિએ સંબોધનમાં જળસંચય માટે સરકારને સહયોગ આપવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત તેઓ NDDBના એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે. આ ઉપરાંત તેઓ આવતીકાલે પોલીસ એકેડમી "કરાઇ" ખાતે નિશાન એનાયત સમારંભમાં હાજરી આપશે. આ ઉપરાંત તેઓ કચ્છના "ધોરડોની" મુલાકાતે પણ જશે. આ ઉપરાંત રાજ્યના શિક્ષણમંત્રી, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પણ આ પ્રસંગે કાર્યક્રમમાં સંબોધન કર્યુ હતું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply