Skip to main content
Settings Settings for Dark

ગૌરવંતી બની ગુજરાત પોલીસ, ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ 'પ્રેસિડેન્ટ્સ કલર્સ'થી કર્યું સન્માન

Live TV

X
  • ગુજરાત આ સન્માન પ્રાપ્ત કરનાર સાતમું રાજ્ય

    ગુજરાત પોલીસ માટે રવિવારનો દિવસ ઐતિહાસિક બની રહ્યો. દેશના ઉપ રાષ્ટ્રપતિ એમ વેકૈયા નાયડુએ ,ગુજરાત પોલીસને પ્રેસિડેન્ટ કલર અટલે કે નિશાન પ્રદાન કર્યું. ગુજરાત પોલીસ એકેડેમી કરાઇ ગાંધીનગર ખાતે યોજાયેલા ,ભવ્ય નિશાન પ્રદાન સમારોહમાં ,સેરેમોનીયલ પરેડ દરમ્યાન ,મુખ્યમંત્રી વિજય રુપાણી અને ઉપ મુખ્યમંત્રી નિતીન પટેલની ઉપસ્થિતીમાં ,આ નિશાન પરેડના જવાનોને ,અર્પણ કરવામાં આવ્યું. સાથો સાથ પ્રેસિડેન્ટ કલર સાથેનો ગુજરાત પોલીસના નવા લોગોનું પણ અનાવરણ કરવામાં આવ્યું. ગૌરવાન્વિત ગુજરાત પોલીસના જવાનોએ તાલબધ્ધ પરેડની સાથે હર્ષ ફાયર કરીને ,આ ક્ષણને વધાવી લીધી હતા. રાજ્ય મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ ગુજરાત પોલીસના ગુજરાત પોલીસની પીઠ થાબડતાં જણાવ્યું ,કે આ ખુબ મોટી ગૌરવની ક્ષણ છે ,અને આ નિશાનની સાથે ,ગુજરાત પોલીસ પ્રજાજનો ને વધુ સારી સેવા પુરી પાડશે. ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે ગુજરાત પોલીસ ઔધ્યોગિક ક્રાઇમ, આતંકવાદ, રાયોટ કન્ટ્રોલ તથા આધુનિક સાધનોની બનાવટ અને ઉપયોગમાં ખૂબ નિપુણ છે. તથા વધુમાં તેમણે જણાવ્યું કે આવનારા દિવસોમાં સમગ્ર દેશની પોલીસ મહિલા અને બાળકોને અનુકુળ બની રહે તે પણ જરુરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply