બનાસકાંઠાના વાવ તાલુકામાં 10 ગામોમાં તીડનાં ત્રાસથી ખેડૂતો પરેશાન
Live TV
-
તીડના ત્રાસથી એરંડા અને રાયડામાં નુક્શાનની ભીતિ
ગુજરાતના ખેડૂતો પર કુદરત નારાજ હોય તેવું લાગી રહ્યું છે. કારણે કે પહેલાં અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ અને હવે રાજ્યના અમુક વિસ્તારમાં તીડનો આતંક જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાં એવા વાવ તાલુકાના 10 ગામોમાં તીડના ઝુંડના ઝુંડ ઉતરી આવ્યાં છે. અસંખ્ય તીડને નિયંત્રણ માટે સ્થાનિક તંત્ર અને ખેતીવાડી વિભાગ દ્વારા ,અલગ અલગ ટીમ બનાવી નિયંત્રણની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ ,સુઇગામ અને થરાદ પંથકમાં ત્રણ મહિના અગાઉ પણ, તીડોનું આક્રમણ થયું હતું. તે સમયે ખેતીવાડી વિભાગની અલગ અલગ ટીમો એ, સતત એક મહિના સુધી દવાનો છંટકાવ કરી, ખેડૂતોને તીડના ત્રાસથી મુક્ત કર્યા હતા. ત્યારે ફરી એક વખત તીડના આતંક સામે ,સ્થાનિક ખેડૂતો તંત્ર સામે મીડ માંડી છે. તીડના ત્રાસના કારણે ,એરંડા અને રાયડામાં મોટું નુકસાન થવાની ચિંતા ,ખેડૂતોને સતાવી રહી છે.
