મહેસાણામાં મહેંદીનો રેકોર્ડ, 5000 બહેનોએ નોંધાવ્યું એશિયા બુક ઓફ વર્લ્ડમાં સ્થાન
Live TV
-
બહેનોએ મહેંદી મુકાવી નોંધાવ્યું એશિયા બુક ઓફ વર્લ્ડમાં સ્થાન
કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ,આગામી 18 થી 22 ડિસેમ્બર 2019ના ,ભવ્ય લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામા આવ્યુ છે. જે અંતર્ગત ,આજે ઊંઝા ખાતે ,માં ઉમિયા પ્રત્યે પોતાની શ્રદ્ધા અને આસ્થા વ્યક્ત કરતી. ,5000 બહેનોએ ,યજ્ઞ કુંડ તથા યજ્ઞ કુંડ જ્વાળા ના પ્રતીક રૂપી મહેંદી મુકાવી એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોડમાં નામ નોંધાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 5100 બહેનોએ ,જવારા યાત્રા કાઢી ને ,વિક્રમ નોંધ્યો હતો. ઉપરાંત ,આગામી 17 ડિસેમ્બરના રોજ ,એક સાથે 1500 ફુગ્ગા ઉડાવીને પણ, વિક્રમ નોંધાવામાં આવશે. વધુમાં આ લક્ષચંડી મહાયજ્ઞમાં ,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ, ઉપરાંત બિહાર, છત્તીસગઢ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ,રાજ્યનું મંત્રી મંડળ, અનેક રાજકીય મહાનુભાવો ,અને દેશ વિદેશના અંદાજે, 50 લાખથી વધુ લોકો ,ઉપસ્થિત રહેશે.
