ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ગુજરાતના પ્રવાસે, કચ્છના સફેદ રણની લીધી મુલાકાત
Live TV
-
કચ્છ ખાતે આવેલી ટેન્ટ સીટીમાં રાત્રી રોકાણ કરશે
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કચ્છ જિલ્લાના ધોરડો સ્થિત સફેદ રણની મુલાકાત ઊંટ ગાડામાં બેસીને લીધી હતી. આ પ્રસંગે તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સાથે જોડાયા હતા. નોંધનીય છે કે ઉપ રાષ્ટ્રપતિ સાંસ્કૃતિક કાર્યક્રમનો રંગારંગ પ્રારંભ કરાવ્યો હતો. ઉપરાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યે પ્રવાસન વિકાસનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂં પાડ્યું છે. આ પ્રસંગે પ્રવાસનમંત્રી જવાહરભાઇ ચાવડા, રાજ્યમંત્રી વાસણભાઇ આહિર તેમજ મોટી સંખ્યામાં અધિકારીઓ જોડાયા હતા. આ કાર્યક્રમ બાદ ઉપરાષ્ટ્રપતિએ ટેન્ટ સીટીમાં રાત્રી રોકાણ કર્યું હતું ..
તો આ પહેલા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ ધોરડોના મહેમાન બન્યા હતાં. ધોરડોમાં આવેલા ગેટ ઓફ રણ રિસોર્ટની મુલાકાત દરમિયાન ધોરડો ગ્રામ પંચાયતના સંરપંચ મિંયા હુસેન મુતવાએ ઉપરાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને શાલ ઓઢાડીને આવકાર્યા હતા. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ કચ્છના પ્રવાસન ક્ષેત્ર અંગે પણ માહિતી મેળવી હતી. ઉપરાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રી સહિત તેમની સાથે આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજકીય આગેવાનોએ ખાટલા પર બેસીને કચ્છી લોક સંગીતને માણ્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ કચ્છી ભૂંગાની મુલાકાત લઈને ભૂંગા વિશે પણ માહિતી મેળવી હતી.
