રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું: મોટાભાગના શહેરોમાં પારો 9થી 14 ડિગ્રી વચ્ચે રહ્યો
Live TV
-
ઉત્તર પૂર્વીય ઠંડા પવનની અસરથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે દરિયાકાંઠાના શહેરોને બાદ કરતાં મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 9થી 14 ડિગ્રી વચ્ચે રહ્યો હતો. સમગ્ર રાજ્યમાં 9.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ હતું. આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડી જોર પકડે તેવા સંકેતો હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયા છે. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.5 ડિગ્રી ગગડીને 25.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 13.7 ડિગ્રી નોંધાયું હતું ઠંડા પવનનું જોર વધતાં શહેરમાં ઠંડીનું જોર વધ્યું હતું. આગામી અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં મહત્તમ તાપમાન 26થી 28 ડિગ્રી અને લઘુતમ તાપમાન 12થી 13 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. ઠંડા પવનોની અસરથી રાજ્યના દરિયાકાંઠાના શહેરોમાં તાપમાન 9થી 14 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. 9.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું હતું.
