Skip to main content
Settings Settings for Dark

ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞની તડામાર તૈયારીઓ, અંદાજે 50 લાખ લોકો રહેશે ઉપસ્થિત

Live TV

X
  • 1 લાખ લીટર દૂધની ચા બનાવવામાં આવશે

    કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ટ્રસ્ટ દ્વારા આગામી 18 થી 22 ડિસેમ્બર 2019ના ભવ્ય લક્ષચંડી મહાયજ્ઞનુ આયોજન કરવામા આવ્યુ છે. આ લક્ષચંડી મહાયજ્ઞમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ કેન્દ્રીય મંત્રીઓ તેમજ બિહાર, છતીસગઢના મુખ્યમંત્રી સહિત ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત રાજ્યનુ મંત્રી મંડળ સહિત અનેક રાજકીય મહાનુભાવો અને દેશ વિદેશમાથી અંદાજે 50 લાખ લોકો ઉપસ્થિત રહેનાર છે.

    કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજીની આસ્થાની અભિવ્યક્તિનો અવસર એટલે લક્ષચંડી મહાયજ્ઞને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવની વિવિધ કમિટીઓ દ્વારા પણ ઉમિયા નગર ખાતે લક્ષચંડી મહાયજ્ઞની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે આ મહોત્સવમાં શ્રદ્ધાળુઓની સાથે વિવિધ મહાનુભાવો પણ ઉપસ્થિત રહેનાર છે.

    આ લક્ષચંડી મહાયજ્ઞમાં આવનાર  લોકોને આધ્યાત્મિક જ્ઞાન અને જગદગુરુના દર્શનનો લાભ લઇ શકે તે માટે  ધર્મ સભાનુ આયોજન કરવામાં આવ્યુ છે. ઊંઝાના ઉમિયા નગરમાં યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞમાં પ્રથમ દિવસે આશીર્વચન અનંત વિભુષિત જ્યોતિ પીઠાધીશ્વર શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ આપશે. 
    આગામી 18 થી 22 તારીખ સુધી ઊંઝામાં યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભોજનશાળાની ચુલ્હાચારીની પૂજન વિધી અને ભવ્ય શોભાયાત્રા બાદ દૈનિક 500 મણ લાડુ બનાવાનો પ્રારંભ કરાયો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply