લુણાવાડા ખાતે સેવા સેતુ કાર્યક્રમ, 40 વિધવા સહાયના હુકમો બહેનોને અપાયા
Live TV
-
તદઉપરાંત ,સરકાર ની ,વિધવા સહાય અંતર્ગત, ચાળીસ વિધવા લાભાર્થી બહેનોને લુણાવાડા મામલતદાર શિલા બેન નાયકના હસ્તે વિધવા સહાયના હુકમો એનાયત કરાયા હતા. આ સહાય બદલ, વિધવા બહેનોએ સરકારનો આભાર માન્યો હતો.
મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડા ખાતે નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આવક, જાતિ, ક્રિમિલિયર, ડોમિસાઇલ, પ્રમાણ પત્ર ને લગતા દાખલા ઓ ,તેમજ રેશન કાર્ડ ને લગતી અરજીઓ, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં નામ નોધાવવાની અરજીઓ મા અમૃતમ યોજના તથા વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઇસ્યુ કરવા, ઇ-સ્ટેમ્પિંગ સેવા તેમજ વિવિધ યોજનાઓના લાભ માટે લુણાવાડા શહેરના એકથી સાત વૉર્ડના લાભર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
