જામનગરઃ ચાર વાહનો એકબીજા સાથે ટકરાયા, 1ને ઈજા
Live TV
-
જામનગર શહેરમાં આજે ચાર વાહનોના અકસ્માતની ઘટના બની હતી. શહેરના ટાઉનહોલ પાસે ચાર વાહનો એકસાથે ટકરાયાની ઘટના બની હતી.
ટાઉનહૉલ પાસે કાર દ્વારા બાઈકની ઑવરટેક લેવા જતા અકસ્માત સર્જાયો હતો. જેના કારણે ત્રણ કાર અને એક બાઈક એકસાથે અકસ્માતમાં અથડાયા હતા. જો કે આ અકસ્માતમાં કોઈનું મોત થયું નથી, પરંતુ બાઈક ચાલકને ઈજા થઈ છે. બાઈકચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.
