Skip to main content
Settings Settings for Dark

વિધવા સહાય પેન્શન યોજના હવે 'ગંગા સ્વરૂપ બેહેનોને સહાયતા યોજના' તરીકે ઓળખાશે 

Live TV

X
  • વિધવા સહાય પેંશન યોજના હવે ગંગા સ્વરૂપ બેહેનોને સહાયતા યોજના તરીકે ઓળખાશે - મુખ્યમંત્રી વિજય રૂપાણી વિધવા સહાય પેન્શન યોજના ઓર્ડર વિતરણ તથા એનએફએશએ રેશનકાર્ડ વિતરણ કાર્યક્રમ ઓલપાડમાં રહ્યા ઉપસ્થિત - મુખ્યમંત્રીએ કહ્યું , સામાજિક સમરસતા માટે રાજય સરકાર કટિબદ્ધ

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સુરત જિલ્લાના ઓલપાડ વિધાનસભા મતવિસ્તારની સાત હજાર વિધવા બહેનોને વિધવા સહાય પેન્શન યોજના મંજૂરીના હુકમોનું એક જ સ્થાનેથી વિતરણ કરતાં જણાવ્યું કે, વિધવા સહાય પેન્શન યોજનાને હવે વિધવા બહેનોના સન્માન માટે 'ગંગા-સ્વરૂપ બહેનોને સહાયતા યોજના' તરીકે નામકરણ કરવામાં આવશે. 

    ઓલપાડ વિધાનસભા મતક્ષેત્રને એક જ સ્થળેથી ૭ હજાર બહેનોને વિધવા પેન્શન હુકમો એનાયત કરવા બદલ એશિયા બુક ઓફ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. મુખ્યમંત્રીને આ અંગેનું પ્રમાણપત્ર પણ એનાયત કરાયું હતું.

    મુખ્યમંત્રી રૂપાણીએ બહેનો પ્રત્યેની ધારાસભ્ય મુકેશ પટેલની સેવાને બિરદાવીને કહ્યું હતું કે, વિધવા ગંગા-સ્વરૂપ બહેનોને મદદરૂપ બનવા રાજય સરકારના સેવા કાર્યમાં ધારાસભ્ય આગળ આવ્યા છે. તેમણે હળપતિ સમાજના સમૂહલગ્ન કરીને કચડાયેલા સમાજની ચિંતા કરી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply