CAB બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળતા કચ્છમાં વસતા શરણાર્થીઓમાં ખુશીનો માહોલ
Live TV
-
નાગરિકતા સંશોધન બિલ-2019ને રાષ્ટ્રપતિની મળી મંજૂરી.તો ગુજરાતમાં નાગરિકતા સંશોધન બીલને આવકાર. કચ્છ અને મોરબીમાં અન્ય દેશોમાંથી આવેલા શરણાર્થીઓએ બીલને આવકારીને ઉજવણી કરી.
સંસદના બંને ગૃહોમાં પસાર થયેલું નાગરિકતા સંશોધન બિલ રાષ્ટ્રપતિની સંમતિ બાદ હવે કાયદો બની ગયું છે. ત્યારે કચ્છ અને મોરબીમાં વસતા શરણાર્થીઓએ આ બિલને આવકાર્યું છે.
મોરબીમાં વસતા શરણાર્થીઓએ આતશબાજી કરીને એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી હતી. તો આ તરફ કચ્છમાં વસતા શરણાર્થીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. ભુજ ખાતે શરણાર્થીઓએ ફટાકડાં ફોડીને ઉજવણી કરી હતી.
