Skip to main content
Settings Settings for Dark

ત્રિદિવસીય વાઈબ્રન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ટેક્નોલોજી સમિટ-2019નો પ્રારંભ

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણી એ અમદાવાદ સાયન્સ સિટી ખાતે ત્રિદિવસીય વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમીટ- 2019નો પ્રારંભ કરાવ્યો હતો. સાથે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીનું ખાતમુહુર્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારના બધા વિભાગોની સમસ્યાઓનો ઉકેલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા લાવી શકાય તે માટે રાજ્યની યુનિવર્સિટીઓ અને કંપનીઓ જે ઇનૉવેશન અને યુવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપે છે તેમના સંયોજનથી એક કૉન્ફરન્સ યોજી બધાના ઇન્વૉલ્વમેન્ટથી આ સમસ્યાઓના ઉપાયો લાવવા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જ્ઞાનવિજ્ઞાન અને શોધ-સંશોધનના ઉપયોગથી અને આઈ. ટી. ક્ષેત્રના નવાં સંશોધનો દ્વારા માનવજાતના કલ્યાણ માટે ગુજરાત અગ્રેસર બની રહેશે. સાયન્સ સિટી ખાતે એક્વેટિક ગેલેરી અને રોબોટિક ગેલેરી બાદ આ ત્રીજ સાયન્ટિફીક ગેલેરી બની રહેશે. આ ગેલેરી અંદાજિત 150 કરોડના ખર્ચે થશે. આ સમિટનું આયોજન સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ત્રણ દિવસ સુધી સ્ટાર્ટઅપના વિવિધ વિષયો પર ચર્ચા- વિચારણા અને મંથન કરવામાં આવશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply