Skip to main content
Settings Settings for Dark

ઊર્જામંત્રી સૌરભ પટેલ રાજકોટથી PGVCL કન્ટ્રોલ રૂમનું મોનિટરિંગ કરશે

Live TV

X
  • ઊર્જામંત્રી સૌરભ પટેલે વાવાઝોડા સંદર્ભમાં પ્રેસ કોન્ફરન્સ ચોજી હતી.  તેમણે જણા્વ્યું હતું કે, વાવાઝોડાને ધ્યાનમાં રાખી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છના 12 જીલ્લાઓમાં કાર્યરત 391 કોરોના હોસ્પિટલમાં, વીજ પુરવઠો કાયમ રહે તે માટે તકેદારીના પગલાં લેવાયા છે. જેમાં 41 ઑક્સિજન પ્લાન્ટમાં વીજ વિક્ષેપ ઊભો ન થાય તે માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.  PGVCLની 291 ડિપાર્ટમેન્ટલ, અને 294 કોન્ટ્રાક્ટરની ટીમ વેરાવળ, સોમનાથ, ઉનાં, મહુવા, દ્વારકા, ખંભાળિયા, નલિયા, ગાંધીધામ, અને મુન્દ્રા તૈનાત રહેશે. જેટ્કો  દ્વારા વિજ-વિક્ષેપ અટકાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને સાયકલોન માટે કમિટીની રચના કરવામાં આવી છે.પાણી ભરાવાની શક્યતાને પગલે  સબ સ્ટેશનોમાં વોટર પમ્પ  તૈયાર રાખવામાં આવ્યા છે. તો કોવિડ હોસ્પિટલમાં 2 ફીડર માંથી વીજ પુરવઠો આપવામાં આવશે. ઊર્જામંત્રી સૌરભ પટેલ રાજકોટથી જ PGVCL કન્ટ્રોલ રૂમનું મોનિટરિંગ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply