તૌકતે વાવાઝોડાને પગલે યુદ્ધ સ્તરે કામગીરી કરી રહેલું દીવ પ્રશાસન
Live TV
-
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં તૌકતે વાવાઝોડાને પગલે પ્રશાસન યુદ્ધ સ્તરે કામગીરી કરી રહ્યું છે, હાલની પરિસ્થિતિને જોઈએ તો દીવમાં પોર્ટ ઓફિસ દ્વારા દીવની જેટી ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે અને મળતી માહિતી મુજબ થોડીવાર પછી આઠ નંબરનું સિગ્નલ લગાવવામાં આવશે. દીવમાં અંધારિયું વાતાવરણ અને ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, દીવના દરિયાકાંઠાના વિસ્તારો ૨૦૦ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, તેમજ માછીમારોને બોટમાં ન રહેવા અને બહારથી આવેલી બોટના માછીમારોને સેલ્ટર હોમમાં મોકલી આપવામાં આવ્યા છે. દીવ પ્રદેશમાં ત્રણ દિવસ માટે કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે.
