તાઉતેના તોળાઇ રહેલા સંકટને પગલે રાજ્યભરમાં N.D.R.F. ની 44 ટીમ કાર્યરત
Live TV
-
અરબી સમુદ્રમાં સર્જાયેલા અતિ શક્તિશાળી વાવઝોડા તાઉતેના તોળાઇ રહેલા સંકટને પગલે રાજ્યભરમાં N.D.R.F. ની 44 ટીમ કામ કરી રહી છે. તેમજ 1 લાખથી વધુ લોકોને સ્થળાંતરિત કરાઇ રહ્યાં છે. આ માટે કોવિડના તમામ સંશાધનો સાથે N.D.R.F. ની ટીમ સજજ છે. રાજ્યસરકારની પોલિસી પ્રમાણે વલસાડથી સુરત, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને રાજકોટ કાંઠે જાનમાલનું નુકસાન થવાની શક્યતાને પગલે 48 કલાકના ઓક્સિજન બેક અપ સાથે N.D.R.F. ની ટીમ તૈનાત કરાઇ છે. સરકાર દ્વારા ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ સાથે પશુ- પ્રાણીને પણ કોઇપ્રકારે હાનિ ના પહોંચે તેની પણ તકેદારી રાખવામાં આવી છે.
