'એક રાખડી આપણા સૈનિક ભાઈઓના નામ' કાર્યક્રમનું આયોજન
Live TV
-
જામનગરની મહિલાઓએ કર્યું આયોજન
રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે સરહદ પર દિવસ રાત કોઇ પણ પરિસ્થિતિમાં આપણા દેશની રક્ષા કરતાં સૈનિકોને ભારતની તમામ બહેનોનો રક્ષાબંધન નિમિત્તે એક શુભ સંદેશો અને રાખડી મળે તેવા શુભ હેતુથી જામનગરમાં મહિલાઓએ સાથે મળીને " એક રાખડી આપણા સૈનિક ભાઈઓના નામ " કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં બહેનોએ સરહદ પરના જવાનોને પાંચસો રાખડીઓ મોકલી છે...આ પ્રસંગે વિવિધ મહિલા સંસ્થાના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને બહેનોએ આકર્ષક સજાવટ સાથે રાખડીઓ અને લાગણી સભર સંદેશા સૈનિકોને મોકલ્યા હતા.
