Skip to main content
Settings Settings for Dark

ગુજરાતની સૌ પ્રથમ સૌર ઊર્જા ઉત્પાદક સહકારી મંડળી

Live TV

X
  • સોલાર એનર્જી ઉત્પાદન ક્ષેત્રે કરી શ્રેષ્ઠ કામગીરી, નવથી વધુ ખેડૂતો મેળવી રહ્યા છે દોઢ લાખથી વધુ આવક

    ખેડાના જિલ્લાના ખેડૂતોએ સૌ ઊર્જા ક્ષેત્રે નવી ક્રાંતિ લાવી છે..ગુજરાત રાજ્યએ બહુહેતુક સહકારી મંડળીઓની રચના કરી કાર્ય કરીને સહકારી ક્ષેત્રમાં ઘણી નામના મેળવી છે. આવામાં ખેડા જિલ્લાના ઠાસરાથી બે કિલોમીટર દૂર આવેલા ઢુંડી ગામમાં માત્ર ગુજરાતની જ નહીં પરંતુ સમગ્ર ભારતની પ્રથમ સૌર ઊર્જા ઉત્પાદક સહકારી મંડળી કાર્યરત છે. ઉલ્લેખનીય વાત છે કે ચરોતર પ્રદેશમાં માત્ર 1500ની વસ્તી ધરાવતા આ ગામે સોલાર એનર્જી ઉત્પાદનમાં આ કામગીરી કરીને સમગ્ર રાષ્ટ્રને નવી દિશા ચિંધી છે.  આ મંડળીના 9 ખેડૂતોએ અદ્યતન ટેકનોલોજીથી ,સૂર્ય શક્તિનો ઉપયોગ ,પોતાની ખેતીમાં તો કર્યો જ છે ,સાથે સાથે વધારાની વીજળી, એમજીવીસીએલને  વેચીને, દરેક ખેડૂત માથાદિઠ દોઢ લાખથી વધુ આવક મેળવી રહ્યા છે. આ અંગે મંડળીના મંત્રી પ્રવીણભાઈ પરમાર કહ્યું હતું કે, અત્યારસુધીમાં 9 ખેડૂતોએ ,બે લાખ આઠ હજાર 913 યુનિટ વીજળી ગુજરાત વીજ કંપનીને ગ્રીડ મારફતે વેચી છે. જેનાથી કૃષિ મંડળીની આવક બાર લાખની વધી છે. આ મંડળીની મુલાકાત દેશ વિદેશના પ્રતિનિધિઓ સહિત રાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલ તેમજ કેન્દ્રીય ઉર્જા સચિવે પણ લીધી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply