ગુજરાતના ત્રણથી વધુ IAS ઓફિસરને પ્રમોશન
Live TV
-
ગુજરાતના સનદી અધિકારીઓને કેન્દ્રમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી
નરેન્દ્ર મોદી પીએમ બન્યાં બાદ એકપછી એક ગુજરાતના સનદી અધિકારીઓની કેન્દ્રમાં નિમણૂંક થઇ રહી છે. હવે ગુજરાતના સિનિયર આઇએએસ પી.ડી.વાઘેલા કેન્દ્રીય કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના સચિવ તરીક નિમણૂંક કરવામાં આવી છે. 1986 બેચના આઇએએસ ઓફિસર અત્યાર સુધી વેરા વિભાગના મુખ્ય કમિશ્નર તરીકેની ફરજ બજાવતાં હતાં. આ ઉપરાંત અન્ય મહિલા આઇએએસ ઓફિસર મોના ખંધાર પણ જાપાન ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરશે.1985 બેચના ઓફિસર અતનુ ચક્રવર્તી ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસ્ટેટ મેનેજમેન્ટ સચિવ તરીકે હતાં. જ્યારે ગુરપ્રસાદ મહાપાત્રો અત્યાર સુધી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન હતાં તેના સ્થાને હવે તેઓ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડના સચિવ પદે કાર્ય કરશે. આમ હવે ગુજરાતના સનદી અધિકારીઓને કેન્દ્રમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી રહી છે.
