એનસીબીએ 14 કીલો ચરસ ઝડપી પાડયું
Live TV
-
ત્રણ આરોપીઓ સાથે એક મારૂતિ કાર ઝડપાઇ.
આજે સવારના 7 વાગ્યે એનસીબીએ કરજણ ટૂલ બૂથ પાસેથી 3 લોકોને 14 કીલોના ચરસ સાથે ઝડપી પાડયા હતા. જેમાં ફકીર સલિમ શાહ, હનિફભાઈ, અલ્લાહ રખાને મારૂતિ અલ્ટો કાર કેજે જીજે 19 એએફ 9243 સાથે પકડવામાં આવ્યા હતા. ફકિર સલીમ શાહ વડોદરામાં એનડીપીએસમાં પહેલા પણ પકડાયો હતો. આ ચરસ કશ્મીરથી મોકલવામાં આવ્યો હતો.
અમદાવાદ ઝોનના ડ્રગ કાર્ટેલના વડા કે, જે અમદાવાદ કેસમાં ગુનેગારો હતો. તેમનો વાહક જ્હોન વિલિયમ ગયા વર્ષે અમદાવાદ રેલવે સ્ટેશન પરથી 600 ગ્રામ કોકેઈન અને 800 ગ્રામ એમફેટેમાઇન સાથે પકડવામાં આવ્યો હતો. તે બરોડા ખાતે પણ અન્ય એક કેસમાં જોડાયેલા છે, જ્યાં એક નાઇજિરિયન કેરિયરને કોકેઈન અને અન્ય ડ્રગ સાથે પકડવામાં આવ્યો હતો. તેને બેંગલોર એનસીબી યુનિટ દ્વારા પકડવામાં આવ્યો હતો અને અમદાવાદમાં આજે લાવવામાં આવ્યો હતો. તેમને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતો અને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.