એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ ઊંઝા 100 ગામો માટે બન્યું આશિર્વાદરૂપ, જાણો કેવી રીતે
Live TV
-
કોરોનાની બીજી લહેરમાં ઊંઝા માર્કેટ યાર્ડ દ્વારા દર્દીઓને ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો છે. કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો કોરોનાની મહામારીમાં સપડાયા છે. આવા મુશ્કેલીના સમયમાં સરકારની સાથે-સાથે સેવાભાવી અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ દર્દીઓની વ્હારે આવી છે. મહેસાણા જિલ્લાનું અને એશિયાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ ઊંઝાએ આજુબાજુના 100 જેટલા ગામડાઓ માટે આશીર્વાદ રૂપ બન્યું છે.ઊંઝા માર્કેટ યાર્ડ દ્વારા કોરોનાના દર્દીઓને ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો. શરદી, ખાંસી, ઉધરસ અને તાવ મટી જાય એ માટે મેડિકલ કીટ પણ પુરી પાડવામાં આવી છે. આરોગ્ય વિભાગના સહયોગ અને તંત્રના માર્ગદર્શન હેઠળ ઊંઝા માર્કેટિંગ યાર્ડ દ્વારા મેડિકલ ક્ષેત્રે પણ સેવા યજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. જેનો સંપૂર્ણ ખર્ચ ઊંઝા માર્કેટ યાર્ડ ભોગવી રહ્યું છે. આ સેવા યજ્ઞ આજુબાજુના 100 ગામો માટે આશીર્વાદ રૂપ પુરવાર થઇ રહ્યો છે. અને ચારે તરફથી ઊંઝા માર્કેટિંગ યાર્ડની આ કામગીરીને બિરદાવવામાં આવી રહી છે. ઊંઝા માર્કેટ યાર્ડ દ્વારા એક મહિના કરતા પણ વધારે સમયથી ચાલતા સેવા યજ્ઞમાં દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવા, દર્દીઓને ઓક્સિજન પૂરો પાડવો, દર્દીઓને માસ્ક, સેનેટાઇઝર સહિતની મેડિકલ કીટ પણ આપવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે ઊંઝા માર્કેટ યાર્ડ એશિયામાં જીરૂ, વરિયાળી, ઇસબગુલ તથા મસાલા પાક માટે મોટું નામ ધરાવે છે જેનું વાર્ષિક ટર્ન ઓવર પાંચ હજાર કરોડ કરતા પણ વધુ છે. તથા અહીં અનેક લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી મળી રહી છે.
