ગુજરાત સરકાર અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે થયા MoU
Live TV
-
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન રૂ. ર૪ હજાર કરોડના રોકાણોના ૬ પ્રોજેકટસ વડોદરામાં સ્થાપશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી પ્રધાનની ઉપસ્થિતીમાં ગુજરાત સરકાર અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે આ અંગેના MoU ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા. આ MoU પર ગુજરાત સરકાર વતી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ તેમજ આઇ.ઓ.સી.એલ. ના ચેરમેન એસ. એમ. વૈદ્ય એ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન વતી હસ્તાક્ષર કર્યા હતા. ગુજરાતમાં આ પ્રોજેકટસની સ્થાપના થવાથી રપ હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીની તકો પ્રાપ્ત થશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત ઓઇલ એન્ડ પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં અગ્રણી રાજ્ય હોવાનો ગૌરવ સહ ઉલ્લેખ આ પ્રસંગે કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પારદર્શી પોલિસીઝ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને વેગ અને ઉદ્યોગોને સાનુકૂળ વાતાવરણને પરિણામે ગુજરાતે કોરોના મહામારીના કપરા કાળ છતાં સતત ચોથા વર્ષે દેશભરમાં સૌથી વધુ FDI મેળવનારા રાજય તરીકેનો પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. આઇ.ઓ.સી.એલ દ્વારા થનાર આ રોકાણ આવનારા દિવસોમાં ગુજરાતને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે વધુ સક્ષમ બનાવશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો હતો.
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગુજરાત રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે તેના મૂળમાં ધર્મેન્દ્ર પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના સર્વગ્રાહી વિકાસ માટે અપનાવેલા નવતર આયોજનો છે એમ જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ પ્રોજેકટસના ખાતમૂર્હત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ત્વરાએ સંપન્ન કરાવીને પ્રોજેકટસ સમયસર પૂર્ણ કરાશે તેમ જણાવ્યું હતું. તેમણે કોરોના મહામારીમાં ગુજરાતે પોતાની ઓક્સિજનની જરૂરિયાત સંતુલિત રાખીને દેશના અન્ય રાજ્યોને પણ ઓક્સિજન પૂરો પાડયો અને કોવિડ-19માં જે હેલ્થ મેનેજમેન્ટ કર્યુ તે માટે ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા હતા.
