Skip to main content
Settings Settings for Dark

કચ્છના રાજવી પરિવારના મોભી તરીકે હનવંતસિંહજીની રાજ પરંપરા અનુસાર તિલક વિધી સંપન્ન 

Live TV

X
  • કચ્છના રાજવી પરિવારના મોભી તરીકે અંતિમ મહારાવ મદનસિંહજીના નાના પુત્ર હનવંતસિંહજીની રાજ પરંપરા અનુસાર તિલકવિધિ કરવામાં આવી છે. ગઈકાલે ભુજના શરદબાગ પેલેસ ખાતે રાજપરિવારના સભ્યો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં તિલકવિધિ કરવામાં આવી હતી. 28 મેના રોજ પરિવારના મોભી પ્રાગમલજી ત્રીજાનું નિધન થતાં તેમના લઘુબંધુ અને અંતિમ મહારાવ મદનસિંહજીના નાના પુત્ર હનવંતસિંહજીને પરિવારના મોભી તરીકે સ્વીકારી રક્તતિલકવિધિ કરવામાં આવી હતી. ભુજ ખાતે સરહદ બાગમાં આ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. પેઢીની પરંપરા મુજબ ધરમસિંહ માતમ દ્વારા તિલક વિધિ કરવામાં આવી હતી. માતાના મઢ જાગીરના મહંત રાજાબાવાએ હનવંતસિંહજીને રાજ પરિવારના મોભી તરીકેની પાઘડી પહેરાવી હતી. ત્યારબાદ પંડિતે પુજન વિધિ સંપન્ન કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply