ધ્રાંગધ્રાનાં ઘુડખર અભયારણ્યમાં ૧૫ ઓક્ટોબર સુધી પ્રવેશ પર પ્રતિબંધ
Live TV
-
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના વન્યપ્રાણી અને પક્ષીઓના સંરક્ષણ બાબતના અધિનિયમ અન્વયે કચ્છનું નાનું રણ આઈલેન્ડ/બેટ સહિત તથા કચ્છનાં નાનાં રણ અને તેને લગતા સરકારી પડતર ખરાબાઓના વિસ્તારને શિકાર પ્રતિબંધિત આશ્રય સ્થાનને જંગલી ગધેડાનાં અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ અભયારણ્યમાં ઘુડખર, દિપડા, ચિંકારા, કાળિયાર, નીલગાય, ઝરખ, નાર, શિયાળ, લોકડી તેમજ સાંઢા જેવા વન્યપ્રાણીઓ વસે છે.
નાયબ વન સંરક્ષક દ્વારા જાહેરનામું પ્રસિદ્વ કરી જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે તા. ૧૬ જૂન થી ૧૫ ઓકટોબર, ૨૦૨૧ સુધી ઘુડખર અભયારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાતના સમયે બિન અધિકૃત વ્યક્તિઓએ વાહન લઈને કે પગપાળા અભયારણ્યમાં પ્રવેશ ન કરવા જણાવવામાં આવ્યું છે. તેમજ દિવસ દરમિયાન ૨૦ કિ.મીની ઝડપે વાહનો ચલાવવા પર પણ પ્રતિબંધ છે. તેમ છતાં જો કોઈ વ્યક્તિ વધુ ઝડપે વાહન ચલાવતા માલૂમ પડશે તો તેની સામે વન્યપ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી થશે.
