Skip to main content
Settings Settings for Dark

સાસણ દેવળિયા પાર્ક ખાતે પાંચ નવી બસોનું કરાયું લોકાર્પણ

Live TV

X
  • સિંહોનું ઘર એટલે સાસણ કે જ્યાં એશિયાટીક સિંહોની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે તેમજ સાસણ એ પ્રવાસન ક્ષેત્રે સૌથી વધુ ખ્યાતિ ધરાવતું સેન્ટર છે. અહીં વર્ષે લાખો પ્રવાસીઓ મુલાકાતે આવે છે ત્યારે અહીં આવતા પ્રવાસીઓને સારામાં સારી સુવિધાઓ મળે તેમજ સાસણના વિકાસ માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહે તે માટે 14 જૂને પ્રવાસન મંત્રી જવાહાર ચાવડા સાસણની મુલાકાતે આવ્યા હતા અને ખાસ કરીને સાસણના દેવળિયા પાર્ક તેમજ સિંહ સદનમાં ચાલતા વિકાસકામોનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે બાળકો માટે બની રહેલ ચિલ્ડ્રન પાર્ક, સિનિયર સિટીઝન માટે પાર્ક અને યુવાનો માટે બનાવવામાં આવી રહેલ સનસેટ પોઇન્ટ જેવી જગ્યાઓની મુલાકાત લીધી અને આયોજન અંગેની તલસ્પર્શી માહિતી મેળવી હતી.

    દેવળીયા પાર્કમાં આવતા પ્રવાસીઓ માટે પાંચ જેટલી અદ્યતન નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દેવળીયા પાર્કમાં લોકાર્પણ કરાયેલી નવી બસોમાં ટીવી, એસી, મોબાઈલ ચાર્જર જેથી વ્યાપક સુવિધાઓ પણ રાખવામાં આવી છે. ઉપરાંત બસમાં મોટાભાગે કાચ ફીટ કરવામાં આવ્યા છે અને ઉપરના ભાગમાં પણ કાચ ફીટ કરવાથી પ્રવાસીઓને આકર્ષી લે છે અને સાથે-સાથે જંગલનો ભરપૂર આનંદ પણ મળી રહે તે મુજબ આ બસની ડિઝાઇન બનાવવામાં આવી છે. આગામી સમયમાં પણ વધુ 5 બસોઅહીં મુકવામાં આવશે. આમ સાસણ ટુરિઝમ ક્ષેત્રે વધુને વધુ વિકાસ શીલ બને અને પ્રવાસીઓ વધુ ને વધુ અહીં આવે તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply