ગુજરાતમાં કોરોનાનાં નવા 405 કેસ, 6 દર્દીના મૃત્યુ તો 1106 દર્દીઓ સાજા થયા
Live TV
-
રાજ્યમાં સોમવારે કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા 405 કેસ નોંધાયા હતા તો 1,106 દર્દીઓ સાજા થયા હતા જ્યારે 6 લોકોના મૃત્યુ થયા હતા. સોમવારે સુરતમાં સૌથી વધુ 78 કેસ, વડોદરામાં 61, અમદાવાદમાં 47, રાજકોટમાં 32, જૂનાગઢમાં 30, ગાંધીનગરમાં 13, અમરેલીમાં 12, ભરૂચમાં 9, જ્યારે ખેડામાં 8 અને તાપીમાં 4 તો મહિસાગરમાં 3 કેસ નોંધાયા હતા. તો અમદાવાદ ગ્રામ્ય, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, મહેસાણા તથા પાટણમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો. રાજ્યમાં રિકવરી રેટ 97. 62 ટકા નોંધાયો છે. તો રાજ્યમાં આજે 2, 93, 131 વ્યક્તિઓને રસી આપવામાં આવી હતી.
દેશમાં છેલ્લા પાંચ દિવસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. કોરોનાના કેસ એક લાખથી ઓછા નોંધાઈ રહ્યાં છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70 હજાર 421 નવા કેસ નોંધાયા છે. જે સાથે કુલ સક્રિય કેસની સંખ્યા 10 લાખથી ઘટીને 9 લાખ 73 હજાર 158 થઇ છે. તો છેલ્લા 24 કલાકમાં 3 હજાર 921 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખ 19 હજાર 501 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 14 લાખ 99 હજાર 771 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. આ સાથે કુલ રસીકરણનો આંકડો 25 કરોડ 48 લાખ 49 હજાર 301 એ પહોંચી ચુક્યો છે.
