Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢઃ "વેક્સિનેશન સેવા રથ" 45 વર્ષથી ઉપરના લોકો અને દિવ્યાંગોને રસી લેવા માટે કરી રહ્યો છે પ્રોત્સાહિત

Live TV

X
  • જૂનાગઢની સેવાભાવી સંસ્થા સહકાર યુવા ફાઉન્ડેશને કોરોના રસીકરણ વધારવા માટે અનોખું આયોજન કર્યુ છે.

    જૂનાગઢ સહીતના આસપાસના વિસ્તારોમાં લોકો કોરોના રસી લેવા માટે પ્રેરાય તે માટે સહકાર યુવા ફાઉન્ડેશને ભેગા મળીને વેક્સિનેશન સેવા રથની સુવિધા શરુ કરી છે. આ સુવિધામાં 45 વર્ષથી વધુના ઉંમરના લોકો અને દિવ્યાંગ લોકો માટે લક્ઝુરિયસ કાર દ્વારા લેવા અને મુકવા જવાની વ્યવસ્થા કરાઈ છે. 

    જૂનાગઢ અને આસપાસના વિસ્તારના જે લોકો કોરોના રસી લેવા માંગતા હોય અને તેમની પાસે વેક્સિન સેન્ટર પર જવા માટે વાહનની વ્યવસ્થા ના હોય તેઓ આ વેક્સિનેશન સેવા રથનો લાભ લઈ શકે છે. આ સેવાનો લાભ લેવા માટે આપણા જૂનાગઢના facebook પેજ પર આપેલ લીંક પર રજીસ્ટ્રેશન કરી શકે છે. આ રજીસ્ટ્રેશન કર્યા બાદ રસી લેવા માંગતાં વ્યક્તિને લેવા માટે કાર ઘરે લેવા આવશે અને વેક્સિનેશન સેન્ટર પર રસી લેવડાવીને પરત ઘરે મુકવા આવશે. 

    સહકાર યુવા ફાઉન્ડેશનના માર્કંડ ભાઈ દવેએ "વેક્સિનેશન સેવા રથ" અંગે જણાવ્યું હતું કે, આ અભિયાનમાં જરૂર જણાશે તો વધુ કાર પણ અમે લાવીશું. આ અભિયાનથી અમે સરકારને તથા લોકોને સહયોગી થવાનો એકમાત્ર આશય છે. કોરોના મુક્ત સમાજના નિર્માણ માટે રસીકરણ જ એક હથિયાર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply