હૈદરાબાદઃ સ્વદેશી કોરોના રસી બનાવતી ભારત બાયોટેકની સુરક્ષા CISF કરશે
Live TV
-
ભારતની સ્વદેશી કોરોના રસી બનાવનારી કંપની ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડના શામિરપેટ, (હૈદરાબાદ) ખાતેના ઉત્પાદન યુનિટની સુરક્ષાની જવાબદારી ભારત સરકારની CISF કરશે.
ભારતની સ્વદેશી કોરોના રસી બનાવનારી કંપની ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડના શામિરપેટ, (હૈદરાબાદ) ખાતેના ઉત્પાદન યુનિટની સુરક્ષાની જવાબદારી ભારત સરકારની CISF કરશે. ઉત્પાદન યુનિટની સુરક્ષા ઈન્સપેક્ટર રેન્કના અધિકારી અને તેમની હેઠળ 64 જવાનોને સોંપાઈ છે. આ સાથે CISF હાલ 351 એકમોની સિક્યુરિટીની જવાબદારી સંભાળી રહ્યુ છે.
હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડ (BBIL) કંપની એ ભારતની બાયોટેક્નોલોજી કંપની છે અને હાલ દવાઓની શોધ, દવાઓનો વિકાસ અને દવાઓના ઉત્પાદન સાથે જોડાયેલ છે સાથે ફાર્માસ્યુટિકલ અને હેલ્થ કેર પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે. ભારત બાયોટેકે કોરોના સામે લડતી કોરોના રસી COVAXIN ભારતની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી સાથે મળીને બનાવી છે અને હાલ તેનું ઉત્પાદન કરી રહી છે.
કોરોના રસી બનાવવા માટે જરુરી સામગ્રી અને ચીજ વસ્તુઓની ચોરી, દેશ વિરોધી ખતરા અને અન્ય આપદાઓને પહોંચી વળવા માટે કંપનીની સુરક્ષા CISFને ઉત્પાદન પ્લાન્ટની જવાબદારી સોંપાઈ છે. CISFના સશસ્ત્ર જવાનો ઉત્પાદન એકમની 24 કલાક સુરક્ષા કરશે.
