ખેડાઃ કોરોનાકાળના પહેલા લોકડાઉનથી શરુ કરેલ "પ્રયાસ" હજી પણ શ્વાનોને આપે છે ભોજન
Live TV
-
કોરોનાની શરૂઆત બાદ થયેલા લોકડાઉન અને કર્ફ્યુ સમય દરમ્યાન બજારો, હોટલો, ખાણીપીણીની લારીઓ વગેરે બંધ હતા જેથી આ સમય દરમ્યાન શ્વાનોને ભોજન મળતું નહોતું.
કોરોનાની શરૂઆત બાદ થયેલા લોકડાઉન અને કર્ફ્યુ સમય દરમ્યાન બજારો, હોટલો, ખાણીપીણીની લારીઓ વગેરે બંધ હતા જેથી આ સમય દરમ્યાન શ્વાનોને ભોજન મળતું નહોતું.
લોકડાઉનમાં રોજ ભુખ્યા રહેતા શ્વાનોની આ તકલીફ ખેડા જિલ્લાના વડામથક નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતા ઉચ્ચ શિક્ષણ લઇ રહેલા કેટલાક વિદ્યાર્થી ભાઇ-બહેનોએ જોઈ. વિદ્યાર્થી ભાઈ-બહેનોએ વિચાર્યું કે, આ શ્વાનો ભૂખ્યા સૂઈ જાય છે તેમનું કોણ ? આ વિચાર સાથે જ 20 થી 25 યુવા ભાઈ-બહેનોએ એક ગ્રુપ આ બનાવ્યુ અને શરૂ કર્યો શ્વાનોને ભોજન આપાવનો સેવા યજ્ઞ. આ સેવા યજ્ઞને યુવાનોએ "પ્રયાસ" નામ આપ્યુ અને યુવાનોને મળતા હાથખર્ચના રુપિયામાંથી તેમણે શ્વાનોને ભોજન આપવાનું શરુ કર્યુ.
"પ્રયાસ" ગ્રુપે દૂધ, બ્રેડ અને બિસ્કીટ લાવી અને તેને શ્વાન ખાઈ શકે તેવું લિક્વીડ તૈયાર કર્યું. સૌપ્રથમ આ ગ્રુપે આસપાસના વિસ્તારોના કુલ 25 શ્વાનોને આ લિક્વીડ ભોજન આપ્યુ હતુ. ધીમેધીમે શ્વાનોની સંખ્યા વધતી ગઈ અને હાલ 100 વધુ શ્વાનોને "પ્રયાસ" ગ્રુપ દ્વારા રોજ ભોજન અપાઈ રહ્યુ છે. હવે શ્વાનો પણ જાણે એમની રાહ જોઇને ઊભા હોય છે અને આ યુવાનો ભોજન લઈને આવે એટલે શ્વાનોનું ટોળું ભેગું થઇ જાય છે. આ ગ્રુપના ફોટા સોશિયલ મીડિયામાં આવવાથી ઘણા લોકો હવે આ ગ્રુપને દાન આપવા માટે આવી રહ્યા છે.
