Skip to main content
Settings Settings for Dark

કચ્છ અને રાજસ્થાનના ઘોરાડ પક્ષીને બચાવવા સુપ્રિમકોર્ટ દ્વારા બનાવાઈ સયુંકત કમિટી

Live TV

X
  • દેશ અને દુનિયામાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના નામે જાણીતા ઘોરાડ પક્ષી માત્ર કચ્છ અને રાજસ્થાનમાં જ છે. કચ્છના નલિયા પાસે ઘોરાડ પક્ષી માટેની સેન્ચુરી પણ બનાવાઈ છે, પરંતુ દુર્ભાગ્યે હવે આ સેન્ચુરીમાં માત્ર ૬ માદા ઘોરાડ જ બચી છે. જયારે એક માત્ર નર ઘોરાડ પાકિસ્તાન ઉડી ગયો હોવાના સમાચાર છે. નર ઘોરાડ વગર ઘોરાડના પ્રજનન ઉપર અસર પડી શકે તેમ હોય આ પક્ષી વિલુપ્ત થવાના આરે છે. આવા સંજોગોમાં ભારતના ખ્યાતનામ વન્યજીવ વિશેષજ્ઞ અને સરંક્ષણવાદી પ્રકૃતિવિદો અને કચ્છના પક્ષીવિદ નવીન બાપટ ઉપરાંત દેશના જુદા જુદા રાજ્યોના પ્રકૃતિપ્રેમીઓ અને ધ કોરબેટ ફાઉન્ડેશન દ્વારા સુપ્રીમ કોર્ટમાં ઘોરાડને બચાવવા માટે જાહેરહિતની અરજી કરાઈ છે. આ સંદર્ભે સુપ્રિમકોર્ટ દ્વારા પક્ષીવિદ ડો. અસદ રહેમાની, વન્યજીવ વિશેષજ્ઞ ડો. ધનંજય મોહન અને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીની સયુંકત કમિટી બનાવાઈ છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply