Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં ફરી જામ્યો વરસાદી માહોલ

Live TV

X
  • સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ

    રાજ્યમાં ફરી એક વાર વરસાદી માહોલ જામ્યો છે..સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મોડી રાત અને વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી..ભાવનગર જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું હતું. ગારીયાધાર પંથકમાં મોડી સાંજે મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. ધોધમાર વરસાદ વરસવાને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ગણતરીના કલાકોમાં જ લગભગ બે ઈંચ કરતા પણ વધુ વરસાદ વરસ્યો હતો. ગારીયાધાર નજીકના પરવડી ગામે પણ ભારે વરસાદ વરસતા સ્થાનિક નદીમાં પુર આવ્યા હતા.

    આ અગાઉ ગઈકાલે રાજ્યમાં વરસાદની બીજી ઈનિંગ શરૂ થતા જગતના તાતની આશા ફરી જીવંત થઈ છે, સાથે સામાન્ય લોકોને ભારે બફારામાંથી રાહત પણ મળી છે. વાત કરીએ સુરેન્દ્રનગરની તો ગઈકાલે બપોર પછી સુરેન્દ્રનગરનું વાતાવરણ વાદળછાયું થયું હતું, પણ શહેરીજનો વાદળ સામે મીટ માંડીને વરસવા માટે કાકલુદી કરતા હોય તેમ જણાયું હતુ. તો, અમરેલી જિલ્લાના વિવિધ તાલુકામાં લાંબા વિરામ બાદ ગઈકાલે ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતો અને લોકોમાં હાશકારો અનુભવાયો હતો. સાવરકુંડલામાં એક થી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. તો બોટાદના ગઢડા વિસ્તારમાં ધમાકેદાર વરસાદી ઝાપટું પડતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો હતો. ત્યાંજ પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની જોરદાર રી એન્ટ્રી થતાં વેજલપુર પંથકમાં સારા વરસાદના પગલે લોકોને અસહ્ય ઉકળાટથી રાહત મળી હતી. આ સાથે ધરતીપુત્રોનો હરખ સમાતો ન હતો.

    જૂનાગઢમાં મેઘરાજાના અમી છાંટણા થતા ઘરતીપુત્રોને આશા બંધાઈ હતી. તો ગિરનાર સહિત શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થતા લોકો ગેલમાં આવી ગયા હતા. તો રાજ્યના ઉત્તરમાં સ્થિત પાટણ જિલ્લામાં બપોર પછી વાતાવરણમાં પલટો આવતા સરસ્વતી તાલુકામાં વરસાદી ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મહેસાણામાં વરસાદનું પુનઃઆગમન થતા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ થતા લોકો અને ખેડૂતો મોજમાં ઝૂમ્યાં હતા. તો આણંદ ખાતે ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર આગમન થયું હતુ. જેના પગલે ખેડૂતોમાં ખુશીમાં ઝુમી ઉઠ્યાં હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply