જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીઃચાલી રહ્યું છે મતદાન
Live TV
-
15 વોર્ડની 60 બેઠક પર મતદાન, ભાજપ-કોંગ્રેસે કર્યા જીતના દાવા
આજે જૂનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડ અને 60 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે.. સવારે આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી ચાલનાર મતદાનમાં કુલ 277 મતદાન બુથો પર કુલ 2.38 લાખ મતદારો નોંધાયેલા છે. તો 1306 પોલીંગ સ્ટાફ અને પાંચ SRPની કંપની સહિત કુલ 1800 પોલીસ કર્મીઓનો કાફલો તૈનાત કરાયો છે. 60 બેઠકો માટે કુલ 159 ઉમેદવારોના ભાવિ આજે EVMમાં કેદ થઈ જશે, જેની મતગણતરી 23મી જુલાઈએ કૃષિ યુનિવર્સિટી ખાતે હાથ ધરાશે..તો એક તરફ મતદાન ચાલી રહ્યું છે તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ ચૂંટણીમાં જીતના દાવા કરી રહ્યું છે..
