Skip to main content
Settings Settings for Dark

લાંબા વિરામ બાદ રાજ્યમાં મેઘ મહેર, જગતનો તાત ખુશ

Live TV

X
  • આખરે વરૂણદેવ રિઝાયા છે.. રાજ્યમાં છૂટાછવાયા ઝાપટા પડ્યા છે.. ખેડૂતોમાં ચિંતાના વાદળ દૂર થયા છે.. ખેતીના પાકના નવજીવનની આશા બંધાઇ છે..

    રાજ્યમાં વરસાદની બીજી ઈનિંગ શરૂ થતા જગતના તાતની આશા ફરી જીવંત થઈ છે, સાથે સામાન્ય લોકોને ભારે બફારામાંથી રાહત પણ મળી છે. વાત કરીએ સુરેન્દ્રનગરની તો આજે બપોર પછી સુરેન્દ્રનગરનું વાતાવરણ વાદળછાયું થયું હતું, પણ શહેરીજનો વાદળ સામે મીટ માંડીને વરસવા માટે કાકલુદી કરતા હોય તેમ જણાયું હતુ. તો, અમરેલી જિલ્લાના વિવિધ તાલુકામાં લાંબા વિરામ બાદ આજે ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતો અને લોકોમાં હાશકારો અનુભવાયો હતો. સાવરકુંડલામાં એક થી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. તો બોટાદના ગઢડા વિસ્તારમાં ધમાકેદાર વરસાદી ઝાપટું પડતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો હતો.

    ત્યાંજ પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની જોરદાર રી એન્ટ્રી થતાં વેજલપુર પંથકમાં સારા વરસાદના પગલે લોકોને અસહ્ય ઉકળાટથી રાહત મળી હતી. આ સાથે ધરતીપુત્રોનો હરખ સમાતો ન હતો. જૂનાગઢમાં મેઘરાજાએ અમી છાંટણા થતા ઘરતીપુત્રોને આશ બંધાઈ હતી. તો ગિરનાર સહિત શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ લોકો ગેલમાં આવી ગયા હતા. તો રાજ્યના ઉત્તરમાં સ્થિત પાટણ જિલ્લામાં બપોર પછી વાતાવરણમાં પલટો આવતા સરસ્વતી તાલુકામાં વરસાદી ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો મહેસાણામાં વરસાદનું પુનઃઆગમન થતા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ થતા લોકો અને ખેડૂતો મોજમાં ઝૂમ્યાં હતા. તો આણંદ ખાતે ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર આગમન થયું હતુ. જેના પગલે ખેડૂતોમાં ખુશીમાં ઝુમી ઉઠ્યાં હતા
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply