નર્મદાની જળ સપાટીમાં થયો વધારો, ડેમની સપાટી 121.18 મીટરે પહોંચી
Live TV
-
ઉપરવાસમાંથી 27,159 ક્યૂસેક પાણીની આવક થતાં ડેમની સપાટી 121.18 મીટરે પહોંચી છે. જેના પગલે 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં 24 સેમીનો વધારો થયો છે.
નર્મદા સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 27,159 ક્યૂસેક પાણીની આવક થતાં ડેમની સપાટી 121.18 મીટરે પહોંચી છે. જેના પગલે 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં 24 સેમીનો વધારો થયો છે. હાલ ગુજરાતમાં સિંચાઈ માટે 9,207 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે હવે ડેમમાં 1,320 એમસીએમ પાણીનો જથ્થો સ્ટોરેજ થયો છે,
તો બીજી તરફ ઉત્તર ગુજરાતની સિંચાઈ માટેની સૌથી મોટી ધરોઈ યોજનામાં હાલ 31 ઓગસ્ટ સુધી ચાલે તેટલું પાણી છે. ધરોઈ જળાશય દ્વારા 400થી વધુ ગામ, 200થી વધુ પરાં તેમજ 12 મોટા શહેરોને પાણી પહોંચાડવામાં આવે છે. જોકે ગત વર્ષે ઓછા વરસાદના પગલે માત્ર 38 ટકા પાણીની આવક થઇ હતી. તેમજ હાલમાં વરસાદ ખેંચાતા હાલ ધરોઈ જળાશયમાં માત્ર 14 ટકા પાણી બચ્યું છે. જો કે કાર્યપાલક ઇજનેર -એચ કે વસોવાએ જણાવ્યું કે, હજુ વરસાદ ખેંચાશે તો પણ ,બે મહિના સુધી ઉત્તર ગુજરાતને પાણી મળી રહે તેટલો જથ્થો છે..
