Skip to main content
Settings Settings for Dark

"કલા મહાકુંભ 2023-24"નું આયોજન, 1 જાન્યુઆરી 2024 સુધી ફોર્મ ભરી શકાશે

Live TV

X
  • કુલ 37 કૃતિઓ પૈકી તાલુકા કક્ષાએ 09 કૃતિનું આયોજન થશે.

    જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, વડોદરા દ્વારા "કલા મહાકુંભ 2023-24"નું આયોજન કરવામાં આવ્યું છે. આ કલા મહાકુંભમાં 1 જાન્યુઆરી 2024 સુધી ફોર્મ ભરી શકાશે. આ વર્ષે કલા મહાકુંભ 2023માં ચાલુ વર્ષે કુલ 37 કૃતિઓ પૈકી તાલુકા કક્ષાએ 09 કૃતિનું આયોજન થશે. જેમાં કાવ્ય લેખન, ગઝલ શાયરી, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની), સ્કૂલ બેન્ડ, લોક વાર્તા, દોહા-છંદ-ચોપાઈ, સર્જનાત્મક કારીગરી, ઓરગન અને કથક સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 31-12-2023 કટ ઓફ ડેટને ધ્યાનમાં રાખીને ચાર વય જૂથ 6 થી 14 વર્ષ, 15 થી 20 વર્ષ, 21 થી 59 વર્ષ 60 વર્ષથી ઉપર રાજયકક્ષાએ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં વડોદરા શહેર/ગ્રામ્યના વધુમાં વધુ સ્પર્ધક, કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવિધ સંગીત, કલા અને અભિનય ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓને તથા ભણતા ન ભણતા કલાકારો પાસેથી અરજીઓ આવકારવામાં આવે છે.

    ફોર્મ મેળવવા માટેનું સ્થળ

    જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, વડોદરા ગ્રામ્ય/શહેર સી-બ્લોક, ચોથો/આઠમો માળ, નર્મદા ભવન, જેલ રોડ, વડોદરા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply