કાગવડ-ખંભાલીડાના રેલવે ક્રોસિંગ પર બ્રીજ બનાવવા મળી મંજૂરી
Live TV
-
રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેતપુર નેશનલ હાઇવેને જોડતો કાગવડ-ખંભાલીડા રોડ આવેલ રેલ્વે ફાટક ઉપર બ્રીજ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.
પવિત્ર યાત્રાધામ ખોડલધામ-કાગવડના દર્શન માટે આવતા લાખો શ્રદ્ધાળુઓને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ખોડલધામના મહાનુભવો દ્વારા કરાયેલ રજૂઆતોને લઇને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે 4 તારીખના રોજ અહીં ટુ લેન ઓવરબ્રીજના કામ માટે રૂ.૧૯.૨૫ કરોડની મંજૂરી આપી છે. આ ઓવરબ્રીજ થવાથી ખોડલધામ જતા-આવતા લાખો શ્રદ્ધાળુઓને ખૂબ સારી સુવિધા ઉપલબ્ધ થશે.
