સુરતઃ અડાજણના ફ્લેટમાં લિફ્ટ પટકાતા 9 લોકો ઈજાગ્રસ્ત
Live TV
-
સુરતના પાલ-અડાજણ વિસ્તારમાં આવેલા ગ્રીન સિટી એપાર્ટમેન્ટમાં એક લિફ્ટ ધરાશાયી થયાની ઘટના બની હતી. લિફ્ટ પાચમાં માળેથી નીચે પટકાતા લિફ્ટમાં સવાર નવ લોકોને ઈજા થઈ હતી.
ઈજાગ્રસ્તોને અડાજણની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. લિફ્ટ દુર્ઘટનાને પગલે ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.
પાલના ગ્રીન સિટી એપાર્ટમેન્ટમાં પાંચમાં માળે દુઃખદ અવસાન થયું હતું, જેમાં હાજરી આપવા માટે મહેમાનો આવ્યા હતા. લિફ્ટમાં 6 માણસની કેપેસિટી હોવા છતાં તેમા નવ લોકો સવાર થતા આ ઘટના બની હતી. આ દરમ્યાન લિફ્ટ ઑવરલોડ થતા ઘટના બની હતી. અડાજણની બાપ્સ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે.
