Skip to main content
Settings Settings for Dark

બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષા મામલે ગાંધીનગર કલેક્ટરે વિદ્યાર્થીઓના પ્રતિનિધિ સાથે કરી બેઠક 

Live TV

X
  • ગત 17 નવેમ્બરે લેવાયેલી બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે રાજ્યના હજારો ઉમેદવારો આંદોલન પર ઉતરી આવ્યા છે. આ પરીક્ષા તાત્કાલિક રદ કરવામાં આવે અને તપાસ માટે SITની રચના કરવામાં આવે તેવી ઉગ્ર માગ સાથે વિદ્યાર્થીઓએ શરૂ કરેલું આંદોલન હજુ પણ યથાવત છે. 

    વિદ્યાર્થીઓનું નેતૃત્વ પોતાની માંગોને લઈને અડગ છે તો સરકારે પણ સકારાત્મક પ્રતિભાગ આપ્યો હતો. આ મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સરકાર વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદનશીલ છે. તેમણે આખી રાત ઠંડીમાં વીતાવવી પડી તે માટે ખેદ છે અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરાશે. 

    તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓની લાગણી સાથે સરકાર સહમત છે. અને આ મામલે સંપૂર્ણ તપાસ કરી યોગ્ય પગલા લેવા સરકાર મક્કમ છે. વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં ન થાય તે માટે તમામ પગલા લેવાની બાંહેધરી મુખ્યમંત્રીએ આપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply