તાપીઃ આવતીકાલે CM રૂપાણીના હસ્તે એક લાખમી એકલ વિદ્યાલયનું ઉદ્દઘાટન
Live TV
-
તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવતીકાલે 6 ડિસેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે એક લાખમી એકલ વિદ્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે, જેમાં દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાંથી પણ એકલ વિદ્યાલયના આચાર્યો અને એકલ સાથે જોડાયેલા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન પણ વિડીયો કોન્ફરન્સ થકી ઉપસ્થિત લોકોને સંબોધશે, જે માટેની તડામાર તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. દેશની સંસ્કૃતિ, ધાર્મિક જ્ઞાન, સ્વાવલંબન, આરોગ્ય, સ્વરોજગારી જેવા પંચતત્વ ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા લોકોમાં અને ખાસ દેશના ભવિષ્યમાં બાળકોને જ્ઞાત કરવાને માટે અને આ કુમળીવયના બાળકોમાં સંસ્કારોનું સિંચનના ઉદેશ્યથી એકલ વિદ્યાલયની સ્થાપના આજથી ત્રીસ વર્ષ પૂર્વે કરવામાં આવી હતી.
એકલ અભિયાનના અવિરત પ્રયાસોથી હજુ સુધી 99,999 એકલ વિદ્યાલયો ભારતભરમાં કાર્યરત છે, જ્યારે આવનાર છ ડિસેમ્બરના રોજ પંચમહાલ જિલ્લાના કાસુડી ગામમાં એક લાખ એકલ વિદ્યાલય પુરા થશે. આ સમારંભ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ઉપસ્થિત રહેનાર છે અને દેશના પ્રધાનમંત્રી વિડીયો કોન્ફોરન્સથી સીધા એકલ અભિયાન સાથે જોડાયેલ લોકોને સંબોધશે. આ સમારંભમાં 12 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેવાની ધારણા છે.
