વડતાલ: CM રૂપાણીના હસ્તે શ્રી સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક તાલીમ કાર્યશાળાનો શુભારંભ
Live TV
-
૩૦૦૦ જેટલા તાલીમાર્થી પ્રશિક્ષકોને પ્રાકૃતિક કૃષિની પ્રત્યક્ષ તાલીમ પદ્મશ્રી સુભાષ પાલેકરજી દ્વારા આપવામા આવશે
PM નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવા તથા ખેતીમાં રસાયણોના ઓછા ઉપયોગ માટે ખેડૂતોને કરેલ આહવાનને ચારિતાર્થ કરવાના પ્રયાસના ભાગરૂપે રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સાનિધ્યમાં પ્રાકૃતિક ખેતી અંગેના સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિના અભિગમ ઉપર આજથી સાત દિવસીય માસ્ટર ટ્રેનર તાલીમ કાર્યશાળાનો શુભારંભ કરવામાં આવ્યો છે.
વડતાલ ખાતે આયોજિત આ તાલીમ કાર્યશાળામાં ૩૦૦૦ જેટલા તાલીમાર્થી પ્રશિક્ષકોને પ્રાકૃતિક કૃષિની પ્રત્યક્ષ તાલીમ પદ્મશ્રી સુભાષ પાલેકરજી દ્વારા આપવામા આવશે..કાર્યક્રમમાં સ્થાનીક કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર તેમજ કૃષિ વૈજ્ઞાનિકો, રાજયના કૃષિ અને સહકાર વિભાગના તેમજ ક્ષેત્રીય કૃષિ વિસ્તરણ તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ , કૃષિ સંબંધિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને પ્રગતિશીલ ખેડૂતો થઇને આશરે ર૩૭૭૧ જેટલા તાલીમાર્થીઓ તાલીમ લેશે.
સુભાષ પાલેકરજી દ્વારા આ તાલીમમં સાત દિવસ દરમિયાન પ્રાકૃતિક ખેતીને લગતા વિવિધ વિષયો જેવા કે જીવામૃત, બીજામૃત, નીમાસ્ત્ર, બ્રાહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણીઅર્ક અને સપ્તધાન્યાંકુર અર્ક વગેરે વિષે માહિતી આપવામાં આવશે.'સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ' એ કૃત્રિમ ખાતરો, જંતુનાશકો વગની અને સ્થાનીક ખેત સામગ્રીથી જ એક દેશી ગાયના ગૌ-મૂત્ર અને છાણ દ્વારા ૩૦ એકરમાં ગુણવત્તાયુકત ઉત્પાદન નહિવત ખર્ચે કરવાના સિધ્ધાંત આધારિત ખેતી છે.
આ પધ્ધતિના, જીવામૃત, બીજામૃત, આચ્છદન, વાપશા એમ મુખ્ય ચાર આધારસ્તભો છે. રાજયના ખેડૂતો શ્રી સુભાષ પાલેકરના માર્ગદર્શન હેઠળ આ ખેતી અપનાવતા થાય અને તે અંગેની જીણવટ ભરી તમામ માહિતી પ્રત્યક્ષ પ્રેકટીકલ સાથે મેળવી શકે તે માટે સાત દિવસીય તાલીમ યોજવામાં આવી છે.
