Skip to main content
Settings Settings for Dark

વેરાવળ ખાતે મહિલાઓને માર્ગદર્શન આપવા મામલે જિલ્લા પોલીસે કર્યું શિબિરનું આયોજન 

Live TV

X
  • નગરપાલિકા મહિલા પ્રમુખ દ્વારા પણ વાલીઓએ આ બાબતે તકેદારી રાખવામા આવે તેવું કહ્યું હતું. 

    ગીર સોમનાથ જીલ્લાનાં વડા મથક વેરાવળ ખાતે આજ રોજ હૈદરાબાદમાં બનેલ દુષ્કર્મની ઘટના અંગે ફરી કોઈ સાથે આવી ઘટના ન બને તે સંદર્ભે મહિલાઓને તાલીમ આપવા માટે એક મહત્વની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા જીલ્લા વહીવટી તંત્ર અને જીલ્લા પોલીસ તંત્ર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. 

    તાજેતરમા જ હૈદરાબાદમાં મહિલા સાથે દુષ્કર્મની ઘટના  બાદ ગુજરાતમાં સૌ પ્રથમ વખત  જ વેરાવળની સામાજીક સંસ્થાઓ દ્વારા જીલ્લા વહીવટી તંત્ર અને જીલ્લા પોલીસ તંત્ર શાળાનાં સંચાલકોની સાથે મહિલાઓને માર્ગદર્શન શિબિરનું વિશાળ આયોજન વેરાવળ ખાતે કરવામાં આવ્યું હતુ.

    જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓએ હાજરી આપી હતી. આ તકે જીલ્લા કલેક્ટર  દ્રારા આવી ઘટનાઓને ડામવા માટે પોતાના પરિવાર, સમાજ અને ત્યારબાદ  અન્ય સમાજથી શરુઆત કરવી જોઇએ. આ શિબિરમાં અમીત વસાવાએ જણાવ્યું હતું કે, પોલીસ લોકોનો અવાજ છે. લોકોએ ગભરાયા વગર પોલીસ પાસે મદદ માંગવા આવવુ  જોઇએ અને આવા નરાધમોને ખુલ્લા પાડવા જોઇએ. વન ટાઇપ સખી મંડળ દ્રારા પણ 181 નંબરની મહીલા સુરક્ષા માટે હેલ્પ લાઇન શરુ કરાઇ છે. ત્યારે મહીલાઓની સુરક્ષા માટે સ્વનિર્ભર અને તાલીમ બધ્ધ બનવુ હવેનાં સમયમાં ખૂબજ જરુરી છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply