જૂનાગઢ ગીર ફોરેસ્ટ વેસ્ટ ટીમે સિંહના નખનો અવૈધ વેપાર કરતા શખ્સને ઝડપી કાઢ્યો
Live TV
-
રાજસ્થાનના સુલતાનપુરની નેપાલ રુદ્રાક્ષ પોઇન્ટ નામની એક વેન્ડર કંપની પાસેથી યુવાને મંગાવ્યા હતા સિંહના નખ
દેશમાં વન્ય પ્રાણીઓ અને તેના અવષેશો વેચવા ખરીદવા ઉપર પ્રતિબંધ હોવા છતાં કેટલાક લેભાગુઓ અને શોખ ધરાવતા લોકો ગેરકાયદેસર રીતે આ ધંધો કરતા હોય છે. પરંતુ ગુજરાત વન વિભાગની સતર્કતાના કારણે સિંહના નખ વેચવાનું એક નેટવર્ક ઝડપી પડ્યું છે.
બાતમીના આધારે માળિયાના ભંડુરી ગામે પોસ્ટમાં પાર્સલની ડિલિવરી લેવા આવેલ પિયુષ રતિલાલ જોશી નામના એક યુવકને સિંહના બે નખ સાથે ઝડપી લીધો હતો. આ આરોપી પર વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટની કલમ નંબર 44 સહિતની ધારાઓ નો ચાર્જ લગાવવામાં આવ્યો છે.
