કાલથી આગામી બે દિવસ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ આવતીકાલથી બે દિવસ માટે ગુજરાત પ્રવાસે પધારશે. આ પ્રવાસ દરમિયાન તેઓ તારીખ 21 ના રોજ અમદાવાદમાં નવનિર્મિત વૈષ્ણવદેવી ફ્લાય ઓવર તેમજ ખોડિયાર કંટેઇન્મેન્ટ ડેપો ફ્લાયઓવરનું લોકાર્પણ કરશે. તો કલોલ ખાતે પણ એપીએમસીની નવી બિલ્ડિંગનું લોકાર્પણ કરશે. આ સાથે જ તેઓ વિવિધ રસીકરણ કેન્દ્રોની પણ મુલાકાત લેશે. પ્રવાસના બીજા દિવસે એટલે કે તારીખ 22 ના રોજ તેઓ ગાંધીનગર ખાતે વર્ચ્યુઅલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાશે
