કેન્દ્ર સરકારની શ્રમયોગી માનધન યોજનામાં નોંધણી કરાવવામાં પંચમહાલ જિલ્લો દેશમાં બીજા ક્રમાંકે અને રાજ્યમાં પ્રથમ ક્રમાંકે
Live TV
-
ગુજરાતનું ગૌરવ છે કે કેન્દ્ર સરકારની શ્રમયોગી માનધન યોજનામાં નોંધણી કરાવવામાં પંચમહાલ જિલ્લો દેશમાં બીજા ક્રમાંકે અને રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવ્યો છે. કુલ છવ્વીસ હજાર લોકોએ નોંધણી કરાવી છે.
કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે અમલમાં મુકેલી પ્રધાનમંત્રી માનધન યોજનામાં નોંધણી કરાવવામાં પંચમહાલ જિલ્લો સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે અને રાજ્યમાં પ્રથમ ક્રમાંકે છે.ભારત સરકારે આંકડા પ્રમાણે જિલ્લામાં 26 હજાર જેટલા લોકોએ નોંધણી કરાવી છે. જેમાં અસંગઠિત ક્ષેત્રના કામદારો જેવા કે ખાણીપીણીની લારીવાળા, ગલ્લાવાળા, રિક્ષાચાલકો, દુકાનદારો, બાંધકામ મજૂરો, કચરો વીણનારા, ખેત મજૂરો, બીડી બનાવનારા સહિતનાનો સમાવેશ થાય છે. સરકારની આ યોજનાને સફળ બનાવવા જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલે પ્રયત્નો હાથ ધર્યા હતા. જેમા વધારાના નોંધણી કેન્દ્રો શરૂ કરવા માટે પણ સૂચન કર્યુ હતુ. તેમજ CSC સેન્ટરના સંચાલકોને યોજનાઓને વધુમા વધુ લોકો સુધી પહોંચાડવા માટે સૂચન કરવામાં આવ્યુ હતુ. જેમા જિલ્લામાં કુલ 300 CSC સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. જેમા અંતરિયાળ ગામમાં પણ જઈને CSC સેન્ટરના એજન્ટ લોકોને આ યોજનાથી માહિતગાર કરે છે કે આ યોજના હેઠળ લાભાર્થીઓને પેન્શન મળી શકશે. અને તેમની નોંધણી કરે છે.
