Skip to main content
Settings Settings for Dark

મેટ્રો રેલ પ્રોજેક્ટ મુદ્દે ગાંધીનગરની ટીમ પહોંચી સુરત

Live TV

X
  • સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ મુદ્દે ગાંધીનગરની ટીમે આજે સ્થળ મુલાકાત માટે ડ્રીમ સિટી પહોંચી છે. જેમા પ્રથમ ફેઝમાં, ડ્રીમ સિટીથી કાદરશાની નાળ સુધીના કામને મંજૂરી મળી છે. જેને પગલે ડ્રીમ સિટી ખાતે મેટ્રો રેલ પ્રોજેક્ટના અધિકારીઓ સુરત સમીક્ષા માટે ગયા છે. ત્યારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓએ સાઈટ વિઝિટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અધિકારીઓએ ડ્રીમ સિટીથી કાદરશાની નાળ સુધીના કોરિડોર સાથે બનનારા 10 એલિવેટેડ સ્ટેશનની સાઈટ વિઝિટ કરી છે. આ પહેલા ગત મંગળવારે ગાંધીનગરમાં મળેલી બેઠકમાં સુરત મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પાલિકા કમિશનરની નિમણુક કરાઈ હતી. જેમા નિર્ણય લેવામાં આવ્યો હતો ,કે હવેથી દર અઠવાડિયે મેટ્રો રેલની મિટીંગ સુરત ખાતે મળશે અને તેમાં દરેક બાબતની ચર્ચા કરાશે. તેમજ તાકીદે નવા સ્ટાફની નિમણુક કરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply