Skip to main content
Settings Settings for Dark

કોરોનાની સારવાર અને આઇસોલેશન માટે રેલવે સ્ટેશન પર કરાઈ ખાસ વ્યવસ્થા

Live TV

X
  • કોરોનના વધતા સંક્રમણને કારણે સરકાર અને અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા રેલવે સ્ટેશન પર કોરોનાની સારવાર માટે સ્પેશિયલ કોચની વ્યવસ્થા કરવામાં આવી.

    દેશભરમાં ફેલાયેલી કોરોનાની મહામારી નિયંત્રણ મેળવવા માટે પ્રધાનમંત્રીના પ્રયાસથી સરકાર દ્વારા કેટલાક પગલા લેવાઈ રહ્યા છે અને તેમાં હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પશ્ચિમ રેલવે અને ખાસ કરીને અમદાવાદ રેલવેની મદદ પણ લેવામાં આવી રહી છે. સ્થાનિક ધારાસભ્યો અને કોર્પોરેટરોએ આ મામલે ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો સંપર્ક કર્યો હતો અને તેમને કોરોનાની મહામારીમાં રેલવે કોચમાં સારવાર મળી રહે તેવી રજૂઆત કરી હતી. આ રજૂઆતને પગલે અમિતભાઈ શાહે રેલવેના વિવિધ અધિકારી અને ખાસ કરીને અમદાવાદ રેલવેના ડિવિઝનલ મેનેજર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓને ખાસ વ્યવસ્થા ઉપલબ્ધ કરવાની દિશામાં પગલા ભરવાના પ્રયાસ કર્યા હતા. આમ હવે સાબરમતી અને ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર કોરોનાની સારવાર માટે સ્પેશિયલ કોચની વ્યવસ્થા કરવામાં આવી છે.

    રેલવે સ્ટેશન પર જ કોવિડ કેર સેન્ટર ઊભું કરીને 19 જેટલા આઈસોલેશન તૈયાર કરાયા છે જેમાંના 13 કોચ સાબરમતી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર પાંચ ખાતે તથા છ કોચ ચાંદલોડિયા રેલવે સ્ટેશન ખાતે રાખવામા આવ્યા છે. આ 19 કોચ દ્વારા 300 જેટલા દર્દીઓને આઈસોલેશન અને પ્રાથમિક સારવાર મળી રહેશે. જેમાં 200 દર્દીને  સાબરમતી રેલવે સ્ટેશન અને 100 દર્દીને ચાંદલોડિયા રેલવે સ્ટેશને સારવાર મળશે. આ તમામ કોચ એરકુલ્ડ હશે અને તેમાં દર્દીને જમવાની તથા સારવારની વ્યવસ્થા થશે અને આરોગ્ય ટીમ 24 કલાક કાર્યરત રહેશે. અમદાવાદ અને પશ્ચિમ રેલવેએ કોરોનાના દર્દીઓને સમયસર અને શ્રેષ્ઠ સવલત મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરી છે. જે મુજબ બુધવારથી આ વિશેષ કોચ કાર્યરત થઈ જશે. આ ઉપરાંત મેડિકલ અને પેરા મેડિકલની સવલત રહેશે. નિષ્ણાત ડોક્ટર તથા અન્ય મેડિકલ સ્ટાફ આ અભિયાનમાં 24 કલાક ફરજ બજાવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply