Skip to main content
Settings Settings for Dark

જામનગર: જીજી હોસ્પિટલ ખાતે કોરોનાના દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને ફ્રી ફ્રુટ સેવા સાથે જલ સેવા

Live TV

X
  • જામનગરની અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા કોરોના દર્દીઓના પરિવારજનો એક સપ્તાહથી સવારથી લઇને સાંજ સુધી વિનામૂલ્યે ફ્રી ફ્રુટ અને મિનરલ વોટરની બોટલ સાથે ફ્રી જલ સેવા આપવામાં આવી રહી છે

    કોરોના મહામારી દરમિયાન જામનગરની જી.જી.હોસ્પિટલના પટાંગણમાં અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા અનોખી માનવ સેવા કરી કોરોનાના દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને છેલ્લા એક સપ્તાહથી ફ્રી ફ્રુટ્સ સેવા અને ફ્રી જલ સેવા આપવામાં આવી રહી છે.
    એક તરફ કોરોના મહામારીમાં ઘણા પરિવાર ચિંતામાં મુકાયા છે અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તો બીજી તરફ માનવ સેવાનો એટલો જ ધોધ વહેવાનો શરૂ થયો છે.એવા સમયે જામનગરમાં રાષ્ટ્ર સંત પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુની મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા હોસ્પિટલના પટાંગણમાં કોરોના દર્દીઓના પરિવારજનો અને સગા સંબંધીઓને વિનામૂલ્યે ફ્રુટ અને મિનરલ વોટર સાથે ફ્રી જલ સેવા આપવામાં આવી રહી છે.
    એક તરફ મોંઘવારીએ માઝા મૂકી છે અને મોસંબી તેમજ સફરજન સહિતના ફ્રુટના ભાવ આસમાને પહોંચ્યા છે.એવા સમયે જામનગરની અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા કોરોના દર્દીઓના પરિવારજનો કે જામનગરમાં અન્ય જિલ્લાઓમાંથી ખુબ મોટી સંખ્યામાં આવતા હોય અને તેમને આવી મોંઘવારીમાં ફ્રુટ સહિતની ખરીદી કરવી મોંઘી પડતી હોય છે. ત્યારે નિસ્વાર્થ ભાવે છેલ્લા એક સપ્તાહથી સવારથી લઇને સાંજ સુધી વિનામૂલ્યે ફ્રી ફ્રુટ અને મિનરલ વોટરની બોટલ સાથે ફ્રી જલ સેવા આપવામાં આવી રહી છે અને આ ભગીરથ કાર્ય આગામી એક મહિના સુધી અવિરત પણે હાથ ધરવામાં આવશે તેમ અર્હમ યુવા સેવા ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply